રાજ્યમાં ભાજપનું સદસ્યતા વૃદ્ધિ અભિયાન
Live TV
-
ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પ્રદેશ સ્તરીય કાર્યશાળાનું આયોજન
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર કમલમ્ ખાતે સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રયાદવ માર્ગદર્શન આપી રહ્યા છે. આગામી 6 જુલાઇથી 11 ઓગસ્ટ સુધી સદસ્યતા વૃધ્ધિ અભિયાન શરૂ થઇ રહ્યું છે. આ અંગે આજની બેઠકમાં ઓનલાઇન પ્રાથમિક સભ્યોની નોંધણી સહિતની વિવિધ કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં સબંધીત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.
