25 વર્ષ સુધી વડોદરામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આયોજન
Live TV
-
પાણીનો સંગ્રહ પ્રતાપપુરા સરોવરમાં કેવી રીતે કરવો તે અંગે વિચારણા
આગામી 25 વર્ષ સુધી વડોદરામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકાર દ્રારા આયોજન કરવા માં આવ્યું છે હાલ વડોદરા માં પાણી નું ભારે સંકટ છે શહેરીજનો પાણી કાપ નો સામનો કરી રહ્યા છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અને રાજ્ય મંત્રી યોગેશ પટેલ સહીત , વડોદરાના તમામ ધારાસભ્યોએ / આજવા ખાતેના પ્રતાપપુરા સરોવરની મુલાકાત લીધી હતી. અને પાણીનો સંગ્રહ આ સરોવરમાં કેવી રીતે થઇ શકે / તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્ય સત્વરે પાર પાડવામાં આવશે તો વડોદરા વાસીઓને આગામી 25 વર્ષ સુધી પાણીની સમસ્યાનો સામનો નહી કરવો પડે
