નવસારીના ચીખલીમાં તાલુકા પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
Live TV
-
તાલુકા પંચાયત વિકાસનું મંદિરઃ ગણપત વસાવા
નવસારી જીલ્લાના ચીખલી ખાતે તાલુકા પંચાયત ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મકાન ૨ કરોડ ૧૭ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત એ વિકાસનું મંદિર છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં અરજદારોને , આરામદાયક સુવિધાયુક્ત વાતાવરણ પુરું પાડવા માટે રાજ્ય સરકાર કતિબદ્ધ છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણયોના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થયો છે. તેમને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા પાણી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગો માટે પણ રાજ્ય સરકારે અનેક કામો કર્યા છે. કાર્યક્રમ દરમિયાન તકતીનું અનાવરણ, કચેરીનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું..
