Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાઃ એસ.જયશંકર અને જુગલજી ઠાકોર આજે ભરશે ફોર્મ

Live TV

X
  • પાંચમી જુલાઇએ યોજાશે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન

    ભાજપે  રાજ્યની ખાલી પડેલી બંને રાજ્યસભા સીટ માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોર આજે રાજ્યસભા સીટ માટે ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભા સીટો પર આપવામાં આવેલા રાજીનામા બાદ ખાલી પડેલી સીટ પર એસ જયશંકર અને જુગલજી ઠાકોર પોતાની ઉમેદવારી નોંધાવશે.. 5 જુલાઈના રોજ રાજ્યસભા માટે વોટિંગ થશે.ગુજરાતની બે ઉપરાંત બિહારની એક અને ઓરિસ્સાની ત્રણ સીટનો પણ સમાવેશ થાય છે..આ અગાઉ બીજતના અમર પટનાયક અને સંબિત પાત્રાએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપા ઉમેદવાર અશ્વિની વૈષ્ણવે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. રામવિલાસ પાસવાને બિહારથી રાજ્યસભા માટે ઉમેદવારી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply