Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 137મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું

Live TV

X
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 137મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય રાજારામ જયસ્વાલના અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે. 14 નવેમ્બરે હેમરેજ થતાં રાજારામને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 7 દિવસની સઘન સારવારના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં. દુ:ખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને 3 જરુરિયાતમંદ દર્દીઓના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો.

    બ્રેઇનડેડ રાજારામના અંગોના રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમા દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલમાં અત્યારસુધીમાં 137 બ્રેઇનડેડ વ્યક્તિઓનું અંગદાન થયું છે. જેમાંથી સિવિલને 440 અંગોનું દાન મળ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply