ગુજરાત: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક પ્રતિસાદ 77 હજારથી વધુ નાગરિકો સહભાગી થયા
Live TV
-
ગુજરાતના આઠ જિલ્લાઓની 253 ગ્રામ પંચાયતોમાં 77 હજારથી વધુ નાગરિકો સહભાગી થયા
ગુજરાતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠાના 14 ગામ, ભરૂચના 13 ગામ, છોટાઉદેપુરના 30 ગામ, ડાંગના 28 ગામ, દાહોદના 70 ગામ, નર્મદાના 28 ગામ, સુરતના 42 ગામ અને વલસાડ જિલ્લાના 28 ગામ એમ 8 જિલ્લાઓની 253 ગ્રામ પંચાયતોમાં અંદાજે 77,886 ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 33,543 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત 20,733 વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ 10,707 ની સિકલ સેલની તપાસ કરવામાં આવી હતી. મારૂ ભારત અંતર્ગત કુલ 1,500 સ્વયંસેવક નોંધાયા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1,682 નામ નોંધવામાં આવ્યા છે. 563 મહિલાઓને, 1,330 વિદ્યાર્થીઓને, 77 રમતવીરોને તેમજ 46 સ્થાનિક કલા કારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત 1,439 લાભાર્થીઓ નોંધાયા છે. 189 ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ આરોગ્ય ઝૂંબેશ અંતર્ગત 1,011 નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા 1,476 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. 139 ગ્રામ પંચાયતો 100 ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. 183 ગ્રામ પંચાયતોને 100 ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે 154 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં 178 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.
આ આઠ જિલ્લામાં 233 ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે 231 ગ્રામ પંચાયતોનો 100 ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યો છે તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
