24થી 28 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્કયુલેશન અને વરસાદી ટ્રફ સક્રિય થયું છે. તો પૂર્વ તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે આગામી 24 થી 28 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તેમા પણ 25 અને 26 નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના જે શહેર અને જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. તો વરસાદના કારણે રાજ્યમાં 25 નવેમ્બર બાદ ઠંડી વધવાની પણ આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
