અમદાવાદ-સુરેન્દ્રનગરમાં કોંગો ફિવરના લક્ષણો દેખાતા તંત્ર હરકતમાં
Live TV
-
અમદાવાદની વીએસ હોસ્પીટલમાં તેમજ સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ હૉસ્પિટલમાં એક- એક મહિલાના કોંગો ફીવરથી મોત નીપજ્યા
રાજયમાં કોંગો ફિવરના લક્ષણો સામે આવતા રાજ્ય સરાકાર હરકત માં આવી ગઈ છે. અમદાવાદની વીએસ હોસ્પીટલમાં એક મહિલાનું કોંગો ફિવરથી મોત નિપજ્યું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ હૉસ્પિટલમાં પણ એક મહિલાનું મોત નિપજ્યું છે. જોકે સુરેન્દ્રનગરમાં મૃતક મહિલામાં કોંગો ફિવરના લક્ષણ હતા કે નહિં તેની તપાસ હજુ ચાલી રહી છે. જોકે તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ તેમજ પશુપાલન વિભાગની ટીમને લીંબડીના જામડી ગામમાં મોકલીને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ હોસ્પીટલના ડોકટર સહિતના કર્મચારીઓને 15 દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. મૃતકના પરિવારજનોને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. ઊલ્લેખનીય છે કે કોંગો ફીવરથી દર્દીને શરીરના કોઇપણ ભાગમાંથી રક્તસ્ત્રાવ થાય છે તેમજ પેટમા દુઃખાવો રહે છે.
