CSની એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ પરિક્ષાનું પરિણામ જાહેર
Live TV
-
અમદાવાદના મુસ્તફાએ સમગ્ર દેશમાં પાંચમો ક્રમ લાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું
આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યવસાયિક ક્ષેત્રમાં, યુવાપેઢી કંપની સેક્રેટરી તરીકે પોતાની કેરીયર પસંદ કરી રહી છે. ત્યારે હાલમા જ લેવાયેલી સી.એસની એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ગત વર્ષ કરતાં આ પરિણામ ડબલ આવ્યુ છે. અમદાવાદના સ્કુલ વાન ડ્રાઇવર મુફદલભાઇના પુત્ર મુસ્તફાએ સમગ્ર દેશમાં પાંચમો ક્રમ લાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તો અનંદિતા સાહાએ 11 મો ક્રમ તથા મયુર મોદીએ 22 મો ક્રમ મેળવ્યો છે. ICSE ના અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સીએસ મેહુલ રાજપુતે ગુજરાતનું ગૌરવ વધારનારા તમામ રેન્કર્સ વિદ્યાર્થીઓનું ટ્રોફી આપીને સન્માન કર્યું હતું.
