અમદાવાદ હવે ઇલેક્ટ્રીક બસ સાથે બનશે પ્રદુષણ મુક્ત
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર ભારતમાં જાહેર પરિવહન સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર ભારતમાં જાહેર પરિવહન સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે. જેના ભાગરૂપે અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા શહેરીજનોને આવનારા દિવસોમાં સ્વેપ ટેકનોલોજીવાળી ઇલેકટ્રીક બસોમાં મુસાફરી કરવા મળશે. આજે પત્રકાર પરીષદમાં માહિતી આપતા મેયર બીજલ પટેલ અને કમિશનર વિજય નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે મળેલી જનમાર્ગ બોર્ડ બેઠકમાં નવી 300 બસોના વર્કઓર્ડર ટાટા મોટર્સને આપવામાં આવ્યો છે. જેની ડિલિવરી 6 મહીના પછી મળશે. 62 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવથી અપાયેલો આ વર્ક ઓર્ડરને કારણે કોર્પોરેશનને રૂપિયા 180 કરોડની બચત થશે, તેમજ શહેરના નાગરિકોનો વધુ સારી સુવિધા યુક્ત પરિવહન સેવા મળી શકશે.
