Skip to main content
Settings Settings for Dark

અમરેલીઃ જાફરાબાદના દરિયા વચ્ચે હોડીમાં 108ના સ્ટાફે સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરાવી

Live TV

X
  • અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં અધવચ્ચે 108ની ટીમે સગર્ભા મહિલાની ડિલિવરી કરાવ્યાની ઘટના સામે આવી છે. જાફરાબાદના દરિયામાં શિયાળબેટ ટાપુ પર રહેતી સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતાં 108ના સ્ટાફને બોલાવામાં આવ્યો હતો. ત્યારે દેવદૂત સમાન 108ના સ્ટાફે મહિલાની સફળ ડિલિવરી બોટમાં જ કરાવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. 

    જાફરાબાદ રાજુલાના દરિયા વચ્ચે આવેલ ટાપુ શિયાળ બેટ પર 5 હજાર લોકો રહે છે. શિયાળ બેટની સગર્ભા મહિલા ગીતાબેન બલધિયાને પ્રસવ પીડા થતાં ત્વરિત 108ને જાણ કરાઈ હતી. ત્યાર બાદ પીપાવાવ 108નો સ્ટાફ શિયાળબેટ ટાપુ પહોંચીને સગર્ભા મહિલાને હોડી મારફતે હોસ્પિટલમાં ખસેડી રહ્યો હતો. આ દરમિયાન સગર્ભા મહિલાની હોડીમાં જ ડિલિવર કરવાની ફરજ પડી હતી. દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે 108ના સ્ટાફ દ્વારા હોડીમાં સાડીઓની આડસ ઉભી કરીને સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. ગીતાબેન બલધિયાએ ફુલ જેવી દીકરીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માં-દિકરીને હોડી કાંઠે લાવીને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ગીતાબેન અને બાળકને ઓબ્જર્વેશનમાં રાખીને તબીયત સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply