મહેસાણાઃ રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ઊંઝા- ભાંડુ મોટી દાઉ સેક્શનમાં બનેલા સબ-વેનું લોકાર્પણ કર્યું
Live TV
-
મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ઊંઝા- ભાંડુ મોટી દાઉ સેક્શનમાં કુલ રૂ. ૧૫૧.૨૭ કરોડનો ખર્ચ કેંદ્ર અને રાજ્યએ મળીને તૈયાર કરાયેલ સબ-વેનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કર્યા બાદ રેલ કારમાં દિલ્હીના ડી.એફ.સી.ના એમ.ડી. આર.કે.જૈન તથા રેલવેના અધિકારીઓ સાથે રેલ કારમાં મુસાફરી કરી 4 ઓવરબ્રિજ તથા સબ-વે નું નિરીક્ષણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
આર.કે.જૈન તથા ડી.એફ.સીના અધિકારીઓ દ્વારા ડી.એફ.સી.સી. પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ - પાલનપુર - દિલ્હી સુધીના રેલવે ક્રોસીંગ પર આર.ઓ.બી. / આર.યુ.બી.ની વિગત જણાવવામાં આવી હતી. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રેલમાર્ગ અને હાઇવે વધુ સુગમ બન્યા છે, જેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે. રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડ્રિમ પ્રોજેકટ ફ્રેઈટ કોરીફોર માટે કટિબદ્ધ છે. ફ્રેઈટ કોરિડોર એ આત્મ નિર્ભર ભારત તથા એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ છે.
