જગતના તાતને વધુ સક્ષમ અને સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ
Live TV
-
કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય
કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે
રૂ. ૧૫૫૦ કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ ૧૩,૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ. મુખ્યમંત્રી દ્વારા ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવવામાં આવ્યો. કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ ૪૫ કિલોમીટર લંબાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ આ ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. આ કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ ૪૫ કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વધારાની ૪૫ કિ.મી. લંબાઈમાં ૧૭૬ જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આ બેઠકમાં આપ્યા હતા.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના ૨૩.૦૨૫ કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે
