Skip to main content
Settings Settings for Dark

અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ: ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો

Live TV

X
  • મહિસાગરના કડાણા ડેમમાં પાણીની સારી આવક તો 28 ગામો એલર્ટ મોડ પર

    અમરેલીના રાજુલા તાલુકામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે.જાફરાબાદ અને પીપાવાવના કેટલાક ગામડાઓમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.બાજરી અને મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે.બીજી તરફ ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો છે.જેના કારણે ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.ડેમ આસપાસના 13 ગામને એલર્ટ કરાયા છે અને પટ વિસ્તારમાં કોઈએ ન જવા સુચના આપવામાં આવી છે.તો ધોધમાર વરસાદને કારણે મહિસાગરના કડાણા ડેમમાં પાણીની સારી આવક થઈ હતી.હાલ કડાણા ડેમમાંતી અઢી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે મહીનદીમાં ઘોડાપુર આવ્યું છે.નદી પર લુણાવાડા પાસે આવેલો હાડોળ પુલ અને કડાણા તાલુકાનો ઘોડિયાર પુલ વાહનોની અવર-જવર માટે બંધ કરાયા છે.અને 28 ગામને એલર્ટ કરાયા છે.બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા 60 મેગાવોટના 4 પાવર હાઉસ કાર્યરત થયા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply