Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં ધમધોકાર વરસાદ, ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો

Live TV

X
  • નીચાણવાલા ગામોને સચેત રહેવા તંત્ર દ્વારા અપાઈ સૂચના

    અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી શ્રીકાર વરસાદને કારણે રાજુલા તાલુકામાં આવેલ ધાતરવાડી ડેમ-1 ઓવરફ્લો થઈ ગયો છે..જિલ્લા તંત્ર દ્વારા મામલતદાર અને રજીસ્ટ્રાર કચેરી મારફતે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે..ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થતાં લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા..ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાઓ ધારેશ્વર.નવી માંદરડી,જૂની માંડરડી.રાજુલા શહેર. ખાખબાઈ. હિંડોરણા. છતડીયા વડ. ભાચાદર.ઉચૈયા. રામપરા,કોવાયા. ધારાને નેશ વગેરે જેવા ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે..છેલ્લા 24 કલાકમાં અમરેલીના ખાંભા, સાવરકુંડલા, જાફરાબાદમાં દોઢથી અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો..તો રાજુલા 1 ઇંચ, લાઠી 1 ઇંચ, ધારી અડધો ઇંચ, બાબરા દોઢ ઇંચ, બસગરા દોઢ ઇંચ અને લીલિયામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પણ ગાંડીતૂર બની હતી.જિલ્લામાં શેત્રુંજી, નાવલી, ધાતરવડી, રાયડી, ખારી, શેલ વિગેરે નદીમાં ભારે પૂર આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ચેકડેમ અને અન્ય જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે.ખાંભા તાલુકાના પીપળવા નજીક આવેલો મોભનેશ ડેમના ગઈકાલે છલકાઈ ગયો હતો. હેઠવાસના ગામો માટે આ ડેમ જીવાદોરી સમાન છે. ખાંભાના કંટાળા નજીક માલણ નદીમાં ભારે પૂર આવ્યું હતું.વડીયા નજીક આવેલા સુરવો ડેમમાં બે ફૂટ જેટલા નવા નીર આવ્યા બાદ ગઈકાલના વરસાદના કારણે વધુ બે ફૂટ નવું પાણી આવ્યું હતું. ચલાલા નજીકનો લાખાપાદર ડેમ પણ છલકાઈ ગયો હતો. વરસાદથી મોટાભાગના ચેકડેમો છલકાયાં હતા. અને ગ્રામીણ વિસ્તારના તળાવોમાં પણ નવા પાણી આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply