દેશની વિવિધ યુનિવર્સિટી,શિક્ષણ સંસ્થાઓને પરીક્ષા યોજવા ગૃહમંત્રાલયે મંજૂરી આપી
Live TV
-
અંતિમ વર્ષની પરીક્ષા UGC દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષાને લગતી માર્ગદર્શિકા તેમ જ યુનિવર્સિટીના શૈક્ષણિક કેલેન્ડર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) પ્રમાણે યોજવી જરૂરી છે, તેમ એક યાદીમાં આ માહિતી આપવામાં આવી હતી.
દેશભરની યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. જે અનુસાર ગુજરાત રાજય સહિત દેશભરની તમામ યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ હવે હાથ ધરાશે. ટુંક સમયમાં રાજય સરકાર પણ પરીક્ષા બાબતે જાહેરાત કરે તેવી શક્યતા છે. ગૃહમંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સચિવને લખેલા પત્રમાં યુનિવર્સિટી અને સંસ્થાઓ દ્વારા પરીક્ષા યોજવાની મંજુરી આપી છે. યુનિવર્સિટીઓને પરીક્ષા અને શૈક્ષણીક કેલેન્ડર અંગે યુજીસીના દિશાનિર્દેશોનુ પાલન કરવાનું રહેશે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા અનુમોદિત એસ ઓ પી અનુસાર હાથ ધરવાની રહેશે. યુજીસીએ પોતાના અગાઉના દિશાનિર્દેશોમાં બદલાવ કર્યો છે. વિદ્યાર્થીનું કેરીયર, તેમની સુરક્ષા અને પ્લેસમેન્ટ જેવા મુદ્દાને ધ્યાને લેવાયા છે. નવા દિશા નિર્દેશો અનુસાર પરીક્ષા હવે જુલાઇના બદલે સપ્ટેમ્બરમાં યોજાશે. આ ઉપરાંત ઇન્ટર મિડીયટના વિદ્યાર્થીઓને આંતરીક મુલ્યો આધારે પ્રમોટ કરવામાં આવશે.
