પાટણઃ જિલ્લાના અનેક ગામોમાં મનરેગા યોજના થકી લોકો મેળવી રહ્યા છે રોજગારી
Live TV
-
કોરોનાની મહામારીમાં લોકડાઉનના કારણે અનેક લોકોના ધંધા-રોજગારને ઉંડી અસર પહોંચી છે.
આવા સમયે ગ્રામિણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગાર આપવાનું કામ સરકારની મનરેગા યોજના કરી રહી છે. પાટણના સિદ્ધપુરના અનેક ગામોમાં આ યોજના થકી મહિલાઓને ઘર આંગણે જ સારા પ્રમાણમાં રોજગારી મળી રહેતા હાશકારો થયો છે.
ચાંદેસર ગ્રામજનોએ મનરેગા યોજના અંતર્ગત ગામનું તળાવ ઉંડુ કરવાનું બીડુ ઝડપ્યું અને તેમાં ગામની મહિલાઓ આગળ આવી. ગામમાં ઘર આંગણે જ શ્રમદાન થકી આવક મળતી હોય તો ગામની 80 ટકા મહિલાઓએ તેમાં પોતાનો સહયોગ આપ્યો છે. ગામની મહિલાઓને દૈનિક 200 રૂપિયાનું વેતન પણ મળી રહ્યું છે. જિલ્લામાં 25 હજાર શ્રમિકોને રોજગારી આપવા સાથે 1800 જેટલા વિકાસકાર્યો થયા છે.
