Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અમરેલીમાં 100 વોટ FM ટ્રાન્સમીટરનો કરાયો શિલાયન્સ | DD News Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં 100 વોટ FM ટ્રાન્સમીટરનો કરાયો શિલાયન્સ

Live TV

X
  • અમરેલી ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ , અને પંચાયત રાજના કેન્દ્રીય રાજય મંત્રી , પરષોત્તમભાઇ રૂપાલાના હસ્તે , અમરેલી સ્થિત દૂરદર્શન રિલે કેન્દ્રમાં , આકાશવાણી 100 વોટ એફ.એમ. ટ્રાન્સમીટરનો, શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

    અમરેલી ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ , અને પંચાયત રાજના કેન્દ્રીય રાજય મંત્રી , પરષોત્તમભાઇ રૂપાલાના હસ્તે , અમરેલી સ્થિત દૂરદર્શન રિલે કેન્દ્રમાં , આકાશવાણી 100 વોટ એફ.એમ. ટ્રાન્સમીટરનો, શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરષોત્તમભાઇ રૂપાલાએ પ્રાસંગીક પ્રવચનમાં કહ્યું હતું , કે આજની યુવા પેઢીમાં , એફ.એમ. રેડીયોનો ઝુકાવ વધ્યો છે , ત્યારે મેટ્રો સીટીના લોકોની જેમ , અમરેલી જેવા સેન્ટરોને પણ તેનો લાભ મળે , તે આશયથી , આ રેડીયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ એફ.એમ. રેડિયો સ્ટેશન , અમરેલી જિલ્લાની સાંસ્કૃત્તિક ધરોહરને ઉજાગર કરવાનું કામ કરશે , તેવી આશા રૂપાલાએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સાંસદ નારણભાઈ કાછડીયા ,, અને પૂર્વ મંત્રી અને નાસ્કોફના ચેરમેન દીલિપભાઈ સંઘાણીએ પણ , પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસાર ભારતી મુંબઈ આકાશવાણીના મહાનિદેશક , નીરજ અગ્રવાલ,, ઉપ મહા નિદેશક અર્જૂન વિભૂતે, અમદાવાદ આકાશવાણીના ઉપમહાનિદેશક સંજય કુમાર સિંહા, ઉપરાંત રાજકોટ આકાશવાણીના ઉપ મહા નિર્દેશક , રમેશચંદ્ર અહિરવાર સહિત , શહેરીજનો અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply