રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહપરિવાર કચ્છના સફેદ રણની સહેલગાહે પધાર્યા
Live TV
-
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહપરિવાર કચ્છના સફેદ રણની સહેલગાહે પધાર્યા છે. 29મી એ કચ્છના ધોરડો ખાતે ટેન્ટ સટીની મુલાકાતે પહોંચ્યા હતા. ગત સાંજે તેમણે આથમતા સુરજનો નજારો નિહાળ્યો હતો ને સફેદ રણના સૌંદર્યથી રાષ્ટ્રપતિ પરિવાર અભિભૂત થઈ ગયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્ની સવિતા કોવિંદ અને પુત્રી સ્મિતા કોવિંદ ધોરડો ખાતે હેલિ કોપ્ટર મારફતે આવી પહોંચતા કચ્છ ક્લેક્ટર સહિતના મહાનુભાવોએ તેમને આવકાર્યા હતા. ગુજરાત અને ખાસ કરીને કચ્છ વિશેની ઝાંખી તેમણે નિહાળી હતી. સ્થાનિક કચ્છી કારીગરોએ તૈયાર કરેલી કાપડ કાસ્ટ ભરતકામ વિવિધ ચીજ વસ્તુઓ નિહાળી હતી. સફેદ રણ જતી વેળાએ તેઓ સુરક્ષા દળના જવાનોને મળ્યા હતા અને રાત્રિ દરમિયાન કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ રસપૂર્વક નિહાળ્યા હતા. જેમાં કચ્છનાં ધારાસભ્યો સાંસદ સભ્ય સહિત પદાધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
