Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

Live TV

X
  • દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે.

    આ ગૌરવવંતા રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી પધારીને પૌરાણિક શ્રદ્ધાધામ નાગનાથ મહાદેવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.મુખ્યમંત્રીએ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળાભિષેક કરી રાજ્યની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો સાથે આત્મીય સંવાદ કરી તેમણે અભિવાદન ઝીલ્યું હતું.આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વડા સંજય ખરાત સહિતના પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply