Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતીને પ્રોત્સાહન:104 ખેડૂતો માટે યોજાઈ તાલીમ શિબિર

Live TV

X
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા નાયબ બાગાયત નિયામક કચેરી, નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગોરા ગામ ખાતે ડ્રેગન ફ્રુટ (કમલમ) ફળપાકની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

    નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના 104 ખેડૂતો આ શિબિરમાં જોડાયા હતા.નાયબ બાગાયત નિયામક એન.વી. પટેલ દ્વારા વાવેતર, ખાતર-પિયત વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓની માહિતી અપાઈ હતી.બાગાયત અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ બાગાયતી સહાય અને સબસિડી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.શિબિરના અંતે ખેડૂતોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા કમલમ પાર્ક અને એકતા નર્સરીની સ્થળ મુલાકાત કરાવી પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply