Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બોટાદ મુલાકાત: ટાટમ ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગા અભ્યાસ

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો સાથે ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો.

    આ યોગ સત્ર દરમિયાન તેમણે શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા, જેવા પ્રાણાયામ તેમજ સૂક્ષ્મ વ્યાયામ કર્યા હતા. આજના ભાગદોડભર્યા જીવનમાં મેદસ્વિતા, ડાયાબિટીસ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓથી બચવા માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવી સ્વસ્થ અને તણાવમુક્ત જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ તેમણે આપ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશ મકવાણા, કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર અને પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply