બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ’ની ઉજવણી
Live TV
-
બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય વરુના સંરક્ષણ, પર્યાવરણીય મહત્વ અને ઇકોસિસ્ટમમાં જૈવિક સંતુલન જાળવવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને માલધારી સમુદાયે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વરુના સંરક્ષણ, માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને વરુ પ્રત્યેની ગેરમાન્યતાઓ દૂર કરી પ્રકૃતિનું સંતુલન જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
