રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બોટાદ મુલાકાત: ટાટમ ગામે દલિત પરિવારના ઘરે જમીન પર બેસીને કર્યું ભોજન
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બોટાદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે.
આ મુલાકાત દરમિયાન તેમણે સાદગી અને આત્મીયતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં ટાટમ ગામે ડો. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી અનુસૂચિત જાતિ પરિવારના પ્રકાશ સના મકવાણાના ઘરે જમીન પર બેસીને રાત્રિ ભોજન ગ્રહણ કર્યું હતું.કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર રાજ્યપાલએ પરિવાર સાથે સાદું ભોજન (શાક, રોટલી અને ખીચડી) જમીને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશ મકવાણા, જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા અને જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલની આ સાદગીથી પરિવાર અને ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા.
