Skip to main content
Settings Settings for Dark

FIBA U18 એશિયા કપ: ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બહરીને પ્રથમ દિવસે નોંધાવી જીત

Live TV

X
  • વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલા FIBA U18 એશિયા કપ 2026 ના પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ થાઈલેન્ડ સામે 102-32થી શાનદાર વિજય મેળવીને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે.

    ઓસ્ટ્રેલિયા તરફથી યાહ્યા બસારાને શાનદાર 27 પોઈન્ટ બનાવ્યા હતા.ફિલિપાઈન્સે એક રોમાંચક મુકાબલામાં ચાઈનીઝ તાઈપેઈને 89-88થી હરાવ્યું. એક સમયે ફિલિપાઈન્સ 53-29થી આગળ હતું, પરંતુ તાઈપેઈએ શાનદાર વાપસી કરી હતી.ન્યૂઝીલેન્ડે સીરિયા સામે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 67-58થી વિજય મેળવ્યો. ન્યૂઝીલેન્ડના જેક્સન બોલે 19 પોઈન્ટનું યોગદાન આપ્યું.

    બહરીન વિ. લેબનોન: અતિ રોમાંચક બનેલી આ મેચમાં બહરીને લેબનોનને 74-68થી પરાજય આપ્યો. બહરીન તરફથી હસન અબ્દુલકાદિર અને મહદી હબીબે 19-19 પોઈન્ટ બનાવ્યા.22 વર્ષ બાદ ભારતમાં પરત ફરેલી આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે અને તે 23 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ટૂર્નામેન્ટની ચાર સેમિફાઇનલિસ્ટ ટીમો ચેકિયાના પાર્દુબિસ ખાતે 26 જૂનથી 4 જુલાઈ, 2027દરમિયાન યોજાનાર પ્રતિષ્ઠિત FIBA U19 બાસ્કેટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
apply