અમરેલી અને ભાવનગરના દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ વધારાયું
Live TV
-
ગુજરાત એલર્ટ બાદ દરિયાઈ સીમા પર પોલીસ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ રાખી તમામ દરિયાઈ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાત એલર્ટ બાદ દરિયાઈ સીમા પર પોલીસ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ રાખી તમામ દરિયાઈ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવ દ્વારા અમરેલી અને ભાવનગરની દરિયાઈ સીમા પર બોટ મારફત પેટ્રોલિંગ કરી ઉદ્યોગ ગૃહોને એલર્ટ કરી દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિ તણાવ ભરી બનતા ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડ સહીતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે. સાથે પીપાવાવ પોર્ટ સહીતની કંપનીની સિક્યુરિટી અને સમગ્ર વિસ્તાર ઔદ્યગિક ઝોન હોવાને કારણે તમામ લોકો સાથે બેઠક કરી એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
