એર સ્ટ્રાઇકના પગલે ગુજરાતના સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
Live TV
-
હાઇએલર્ટને પગલે દિલ્હીથી ચાર એન.એસ.જી. કમાન્ડો સોમનાથ મંદિરે સુરક્ષા માટે પહોંચ્યા છે અને એન.એસ.જી.ના આઇ.જી. પણ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારા અને મંદિર પરિસરની ચકાસણી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાન પર કરેલા એર સ્ટ્રાઇકના પગલે ગુજરાતમાંસોમનાથમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હાઇએલર્ટને પગલે દિલ્હીથી ચાર એન.એસ.જી. કમાન્ડો સોમનાથ મંદિરે સુરક્ષા માટે પહોંચ્યા છે અને એન.એસ.જી.ના આઇ.જી. પણ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારા અને મંદિર પરિસરની ચકાસણી કરવામાં આવી રહી છે. ભુજમાં પણ સરહદિ જિલ્લામાં કોઇપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ કે શંકાસ્પદ ગતીવિધી થતી હોય તો આર્મિને જાણ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. એલ.સી.બી., એસ.ઓ.જી. અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમોએ ચેકીંગ શરૂ કર્યું છે. હાઇએલર્ટ વચ્ચે પ્રવાસીઓની કચ્છ સરદની મુલાકાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકામાં પણ દ્વારકા મંદિર, પરિસર, ગોમતીઘાટ અને દરિયા કિનારે સઘન ચેકીંગ હાથ ધરાયું છે. તો ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પણ સરહદી વિસ્તારમાં પણ સઘન પોલીસ ચેકીંગ હાથ ધરાયું છે
