અમરેલી જિલ્લાના ચક્કરગઢ દેવળીયા ગામમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા હેતુ લોકજાગૃતિ માટે અપાયું માર્ગદર્શન
Live TV
-
હેલ્થ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો
અમરેલી જિલ્લાના ચક્કર ગઢ દેવળીયા ગામમાં સર્વ રોગ નિદાન કેમ્પની સાથે સાથે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની સુરક્ષા હેતુ લોકજાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેલ્થ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. છેવાડાના ગામડાના લોકોને રોગોના નિદાન માટે દૂર ન જવું પડે તે હેતુસર યોજેયેલા આ કેમ્પના આયોજનને લોકોએ આવકાર્યું હતું. આ અવસરે ચકલીનાં માળાઓ તેમજ પાણીનાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય વિભાગ તેમજ શાળાના સ્ટાફે પણ સહયોગ કર્યો હતો.
