દીવડા અને રંગોળીથી સમાજમાં જાગૃતી લાવવાનો કરાયો પ્રયાસ
Live TV
-
દીવડા અને રંગોળીથી બેટી બચાવો - બેટી પઢાવો, સેવ વોટર, સ્વદેશી અપનાવો - દેશ બચાવોના સંદેશા સાથે લોકોને જાગૃત કરવાનો કરાયો પ્રયાસ
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતમાં કુંભાર અને પ્રજાપતિ સમાજ દ્વારા દીવડા અને રંગોળીથી બેટી બચાવો - બેટી પઢાવો, સેવ વોટર, સ્વદેશી અપનાવો - દેશ બચાવોના સંદેશા સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. ખાસ કરીને હાલમાં જે ચાઈનીઝ દિવડાઓ બજારમાં જોવા મળી રહયા છે. તેની જગ્યાએ દેશી દીવાઓ અપનાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. દેશી દીવડા, દેશી લાઈટ, અને દેશી રંગોળીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે, વૃક્ષોનું જતન કરી સૃષ્ટિ બચાવવામાં યોગદાન આપવામાં આવે પાણી બચાવવા જેવા સંદેશા સાથે પ્રજાપતિ સમાજના લોકો સુરતના સિટી લાઈટ રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા. 5, 000 જેટલા દીવડા પ્રગટાવીને રંગોળી પૂરવામાં આવી હતી.
