અમરેલી જિલ્લાનો શિયાળ બેટ પાણી અને રોજગારીની સુવિધાઓથી થશે સજ્જ
Live TV
-
શિયાળ બેટ સુધી દરિયાની અંદર પાઇપ બિછાવી પાણી પહોંચાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનો શિયાળ બેટ વીજળીની સુવિધા મેળવ્યા બાદ હવે પાણી અને રોજગારીની સુવિધાઓથી પણ સજ્જ બની રહ્યો છે. અમરેલીના શિયાળ બેટ પર આઝાદી વખતથી પીવાલાયક પાણી તેમજ વીજળીની સુવિધાનો અભાવ હતો. દરિયાની વચ્ચે હોવાથી ત્યાં માત્ર બોટ દ્વારા જ આવ-જા થઈ શકે તેમ છે. થોડાં વર્ષ પહેલાં વીજળી પહોંચ્યા બાદ હવે શિયાળ બેટ સુધી દરિયાની અંદર પાઇપ બિછાવી પાણી પહોંચાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. બીજી તરફ થોડા સમયમાં જેટી બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે ઉપરાંત માછીમારોને પણ ફાયદો થશે.
