કચ્છ જિલ્લાના છસરા ગામે જુની અદાવતમાં થઈ જુથ અથડામણ
Live TV
-
પોલીસ દ્વારા ત્વરીત કામગીરી કરવામાં આવતા ઘટનાના પડઘા ક્યાંય પડ્યા નથી. આ મામલે રેન્જ આઇ.જી દ્વારા બંને સમાજના અગ્રણી સાથે બેઠક કરીને પરામર્શ કરીને સમજાવટ કરાઈ છે
કચ્છ જિલ્લાના છસરા ગામે જુની અદાવત રાખીને જુથ અથડામણ થઇ હતી જેમા 6 લોકોના મોત થયા હતા. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કચ્છના છસરા ગામે બનેલી ઘટનામાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્વરીત કામગીરી કરવામાં આવતા ઘટનાના પડઘા ક્યાંય પડ્યા નથી. આ મામલે રેન્જ આઇ.જી દ્વારા બંને સમાજના અગ્રણી સાથે બેઠક કરીને પરામર્શ કરીને સમજાવટ કરાઈ છે. મૃતકની અંતિમ વિધિ શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થયેલ છે. કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એડી. ડી.જી.પી સંજય શ્રીવાસ્તવને ભૂજ જવા માટે રવાના કરવામાં આવ્યા છે.
