ખુશખબર, હવે નવા પેટ્રોલપંપ શરૂ કરવા ડીલર્સે પરવાનો નહી લેવો પડે
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં નવા પેટ્રોલ પમ્પ શરૂ કરવા ઇચ્છતા ડીલર્સે , પેટ્રોલ ડીઝલના ખરીદ, સંગ્રહ તેમજ વેચાણ માટે રાજય સરકારનો પરવાનો લેવાનો રહેશે નહીં. તેમજ હયાત પેટ્રોલ પમ્પના પરવાનાની મુદત પૂર્ણ થતા, પરવાનાને રીન્યૂ પણ કરાવવો પડશે નહીં. ઉપરાંત કેબિનેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
