પશુપાલકોને બે રૂપિયાના દરે ઘાસ અપાશે, 1 ડિસેમ્બરથી સહાયની કામગીરી શરુ થશે
Live TV
-
51 તાલુકાઓને રાજ્યસરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે એક પત્રકાર પરિષદ દરમ્યાન જણાવ્યું હતું કે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા તાલુકામાં એક ડિસેમ્બરથી અછત અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પશુપાલકોને બે રૂપિયાના દરે ઘાસ ફાળવવામાં આવશે. તેમજ વેકેશન દરમ્યાન શાળામાં મધ્યાહન ભોજન-યોજના યથાવત રાખવામાં આવશે. નોંધનીય છે કે જ્યાં 250 મી.મી. કરતા પણ ઓછો વરસાદ થયો છે તેવા 51 તાલુકાઓને રાજ્યસરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે.
