Skip to main content
Settings Settings for Dark

તલાટીઓના પ્રતિનિધિ મંડળે હડતાળ બિનશરતી ધોરણે પાછી ખેંચી

Live TV

X
  • રાજ્ય સરકારની સમજાવટ બાદ બિનશરતી ધોરણે હડતાળ પાછી ખેંચવામાં આવી

    રાજ્યમાં સોમવારથી તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કામકાજને ભારે અસર થઇ રહી હતી. લોકોને વિવિધ પ્રકારનાં પ્રમાણપત્રો, આવકના દાખલા, 7 બાય 12ના ઉતારા જેવા મહત્વના સરકારી દસ્તાવેજો તૈયાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે બુધવારે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં તલાટી કમ મંત્રીઓના પ્રતિનિધિ મંડળ વચ્ચે યોજાયેલી બેઠકમાં 31 ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્મ બાદ તલાટીઓની માગણીઓનું નિરાકરણ લાવવાની ખાતરી મળતા તલાટીઓના પ્રતિનિધિ મંડળે હડતાળ બિનશરતી ધોરણે પાછી ખેંચી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે તલાટીઓના પડતર પ્રશ્નો બાબતે કોઈ પણ એક વ્યક્તિ નિર્ણય ન લઇ શકે તે માટે તમામ વિભાગના મંત્રીઓ અને સચિવો તેમજ તલાટી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવશે.બીજી તરફ, તલાટી મહામંડળના પ્રમુખ ભરત આહિરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સમજાવટ બાદ બિનશરતી ધોરણે હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જ્યારે આગામી 3જી નવેમ્બર ના દિવસે સચિવો સાથેની બેઠક બાદ નિર્ણય કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply