સુરેન્દ્રનગર મહિલા આઈ.ટી.આઈ ખાતે કરાયું જોબફેરનું આયોજન
Live TV
-
જોબ ફેરમાં 40 થી વધુ કંપનીના અધિકારી હાજર રહયા જેથી એક જ સ્થળ ઉપર ઉમેદવારોને પસંદગીની કંપનીમાં જોબ મળી શકે અને સમય પણ ન બગડે
સુરેન્દ્રનગર રોજગાર કચેરી તેમજ મોરબી રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર મહિલા આઈ.ટી.આઈ ખાતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું તેમજ જોબ ફેરના ફાયદા જણાવ્યા હતા. જોબ ફેરમાં 40 થી વધુ કંપનીના અધિકારી હાજર રહયા હતા. તેમજ એક જ સ્થળ ઉપર ઉમેદવારોને પસંદગીની કંપનીમાં જોબ મળી શકે અને સમય પણ ન બગડે. સાથે સાથે કંપનીને પણ લાયકાત ઉમેદવાર મળી શકે તે માટે સરકાર દ્વારા આ જોબ ફેર નું આયોજન કરવામાં આવે છે. આ જોબ ફેરમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી બે હજાર જેટલા રોજગાર વાંચ્છુઓ હાજર રહ્યા હતા.
