અમરેલી જિલ્લામાં રવિ પાકનું 1 લાખ 76 હજાર હેક્ટરમાં થયું વાવેતર
Live TV
-
આ વર્ષે રવી સીઝનમાં અમરેલી જિલ્લામાં ઘઉંના 39,000 હેક્ટરમાં વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં રવિ પાકનું 1 લાખ 76 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ચણા, ઘઉં, ધાણા, ડુંગળી મુખ્ય પાક છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી તેમજ પાક પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે વર્ષ 2024-25 માટે ઘઉં પ્રતિ કિવંટલ 2275 રૂપિયા, પ્રતિ કિવંટલ બાજરી 2500 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે.
આ વર્ષે રવી સીઝનમાં અમરેલી જિલ્લામાં ઘઉંના 39,000 હેક્ટરમાં વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઘઉંની સાથે-સાથે 75,000 હેક્ટરમાં વિસ્તારમાં ચણાનુ વાવેતર થયું છે. અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતીમાં ઘઉંના મબલખ પાકનું ઉત્પાદન થયું છે, જેનાથી અમરેલી જિલ્લાના ખેડૂતો ખુશ-ખુશાલ જણાઈ રહ્યા છે.
