Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ વિકાસકામોનું લોકાર્પણ, શિલાન્યાસ કરશે.

    કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી અમિત શાહ ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ વિકાસકામોનું લોકાર્પણ, શિલાન્યાસ કરશે.

    આજે સવારે 10 વાગ્યે સોલા ખાતેના દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેમજ સવારે 11:30 કલાકે કલોલ શહેરમાં આવેલા ઔડા નિર્મિત કપિલેશ્વર તળાવની મુલાકાત લેશે. ગૃહમંત્રી બપોરે 12 કલાકે સઇજમાં સ્વામીનારાયણ ગુરૂકુળમાં મેડિકલ કોલેજના મકાનનું લોકાર્પણ કરશે.

    આ ઉપરાંત બપોરે 2:30 વાગ્યે ધોળકુવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. જ્યારે બપોરે 2:45 કલાકે સેકટર 21માં ગાંધીનગર મહાનગરપાલિકા લાયબ્રેરીના મકાનનું લોકાર્પણ કરશે. આ સાથે નવીનીકરણ કરવામાં આવેલા પેથાપુર ગામ તળાવનું લોકાર્પણ કરશે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply