અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડશે, ભાજપમાં જોરદાર ઉત્સાહ
Live TV
-
ભાજપે ગઈકાલે 184 ઉમેદવારની યાદી જાહેર કરી છે
લોકસભા ચૂંટણી માટે ભાજપે તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી , રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથસિંહ લખનૌ, નીતિન ગડકરી નાગપુરથી , અને સ્મૃતિ ઇરાનીને અમેઠીથી ઉમેદવાર બનાવાયા છે. ભાજપે ગઈકાલે 184 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કહ્યું કે, પ્રથમ યાદીમાં , 20 રાજ્યોમાંથી ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. વીસ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ - 28, પશ્ચિમ બંગાળ - 28, કર્ણાટક - 21, મહારાષ્ટ્ર - 16, રાજસ્થાન - 16, કેરળ - 13, ઓડિસા - 10, તેલંગાણા - 10, આસામ - 8, છત્તીસગઢ - 5, તામિલનાડુ - 5, ઉત્તરાખંડ - 5, જમ્મુ-કાશ્મીર - 5, આધ્રપ્રદેશ - 2, મણીપુર - 2, ત્રિપુરા - 2, અરૂણાચલ પ્રદેશ - 2, ગુજરાત - 1, સિક્કીમ - 1, મિઝોરમ - 1, દાદરા નગર હવેલી - 1, આંદામાન-નિકોબાર - 1, લક્ષદ્વિપ - 1 છે. તેમાં વી.કે.સિંહ ગાઝીયાબાદ , મહેશ શર્મા ગૌતમ બુદ્ધનગરથી , સ્મૃતિ ઇરાની અમેઠીથી ચૂંટણી લડશે. મુઝફ્ફર નગરથી સંજીવ બાલિયાન, મથુરાથી હેમા માલિની, મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલને ટિકિટ આપી છે. બિહારની 17 સીટના નામ પસંદ કરીને , પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલ્યા છે. છેલ્લા ચાર દિવસથી મેરેથોન બેઠક કરી આ યાદી ફાઈનલ કરવામાં આવી છે.
