CM વિજય રૂપાણી,ના.મુખ્યમંત્રીએ દિલ્હી જઈ અમિત શાહને શુભેચ્છા પાઠવી
Live TV
-
નારણપુરા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી કરી
લોકસભા ચૂંટણી માટે ભાજપે તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી , રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથસિંહ લખનૌ, નીતિન ગડકરી નાગપુરથી , અને સ્મૃતિ ઇરાનીને અમેઠીથી ઉમેદવાર બનાવાયા છે. ભાજપે ગઈકાલે 184 ઉમેદવારની યાદી જાહેર કરી છે. ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કહ્યું કે, પ્રથમ યાદીમાં , 20 રાજ્યોમાંથી ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.દિલ્હી ખાતે સીએમ રૂપાણી ,પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી.ગુજરાત બીજેપીમાં હાલ ઉત્સાહનો માહોલ સર્જાયો છે.


બીજેપીના કાર્યકરો, નેતાઓ રસ્તા પર આવી નારા લગાવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ માટે બેવડો અવસર આજે આવી ગયો છે, અમિત શાહની ગાંધીનગરથી ચૂંટણી લડવાની જાહેરાત થતા જ કાર્યકરો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકરો રસ્તા પર ઢોલ નગારાના તાલે ગરબા રમી, આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.નારણપુરા વિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ આતશબાજી કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી..

