અમૂલે સૌપ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો "હલ્દી આઈસક્રીમ" રજૂ કર્યો
Live TV
-
દુનિયા જ્યારે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અમૂલ દ્વારા પણ લોકોને આ મહામારી માંથી ઉગારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરા પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કર્યું છે. ત્યારબાદ હવે અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ એવો હલ્દી આઈસક્રીમ રજૂ કર્યો છે. રોગ પ્રતિકારક શક્તિ વધારતા આ આઈસક્રીમમાં ,હળદર, મરી, મધ, સિવાય ખજૂર, બદામ અને કાજુ પણ હશે. આ તમામ ઘટકોનો હવે આઈસક્રીમમાં સમાવેશ થતાં એક જ કપમાં આરોગ્ય અને સ્વાદ બંને પ્રાપ્ત થશે.
