ગુજરાતમાં 31 જુલાઇ સુધીમાં કોરોનાના કુલ 7,64,777 ટેસ્ટ થયા છે જેમાં એકલા જુલાઇ મહિનામાં 3,91,114 ટેસ્ટ કરવામાં આવ્યાં
Live TV
-
ગુજરાતમાં 19 માર્ચ 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી મુ્ખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે "જીતશે ગુજરાત, હારશે કોરોના" નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને સતત ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટથી કોરોના સંક્રમણને નિયત્રંણમાં લેવા અંગે માર્ગદર્શન આપતા રહ્યા છે. ગુજરાતમાં 31 જુલાઇ સુધીમાં કોરોનાના કુલ 7,64,777 ટેસ્ટ થયા છે જેમાં એકલા જુલાઇ મહિનામાં 3 લાખ 91 હજાર 114 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ પહેલાં મેમાં 1 લાખ 47 હજાર 923 જૂન માં 1 લાખ 61 હજાર 733 ટેસ્ટ થયા હતા. ઉલ્લેખનીય છે કે, 31 જૂલાઇના રોજ ગુજરાતમાં દર 10 લાખે દૈનિક ટેસ્ટીંગની સંખ્યા 410.83 ની રહી છે. જે I.C.M.R.ની 'Per Day, Per Million 140 'ની ગાઇડ લાઇનના લગભણ ત્રણ ગણા જેટલી છે. ગુજરાતનો રિકવરી રેટ અન્ય રાજ્યો કરતા ઘણો ઉંચો 73.09 ટકા છે તો મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો છે. આ મહામારીને ગુજરાતના મહાનગરોમાં નાથવા ઘર આંગણે આરોગ્ય તપાસની સુવિધા સહજતાથી ઉપલબ્ધ છે. ખાસ કરીને અમદાવાદમાં ઘનવંતરી રથ,104 ફિવર હેલ્પ લાઇન સંજીવની વાન અને ખાનગી હોસ્પિટલની કોવિડ-19 નિયંત્રણ સારવારમાં સક્રિય ભાગીદારી જેવી બાબતોને તો WHO એ વિશ્વના અને દેશના અન્ય શહેરો માટે કોવિડ મેનેજમેન્ટના કેસ સ્ટડી પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કરી છે. ઉલ્લેખનીય છે, WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે આ તમામ વ્યવસ્થા અંગે અમદાવાદ કોવિડ મેનેજમેન્ટની પ્રસંશા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ C.M Dash Board દ્વારા નગરો-ગ્રામિણ ક્ષેત્ર સુધીની હોસ્પિટલોમાં કોરોના સારવાર તબીબી સુવિધા ટેસ્ટીંગ વગેરે અંગે માર્ગદર્શન આપતા રહે છે.
