અમૂલ દ્વારા પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ રૂ.10નો વધારો
Live TV
-
આણંદ સ્થિત ,અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધમાં ,પ્રતિ કિલો ફેટે ,10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે જેનો અમલ આગામી ,11 જુનના સવારથી લાગુ પડશે. આણંદ ખેડા અને મહીસાગર જિલ્લામાં આવેલ 1200 દૂધ મંડળીઓમાં પાંચ લાખ કરતા વધારે પશુપાલકો દ્વારા દૂધ મંડળીમાં દૂધ ભરવામાં આવે છે.
હાલની સિઝનમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે. આ સંજોગોમાં અમૂલ ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે છેલ્લા 30 દિવસમાં ત્રણ વખત ભાવ વધારો કરાયો છે. જેના લીધે 30 દિવસ પહેલા જે પશુપાલકોને ભેસના દૂધના પ્રતિ કિલો ફેટના 630 રૂપિયા મળતા હતા. તેમાં તબક્કાવાર 10 રૂપિયાનો વધારો કરાયો છે.
આજે અમૂલના ચેરમેન દ્વારા પશુપાલકોના દૂધના પ્રતિ કિલો ફેટના નવા ભાવ જાહેર કરાયા છે. જેમાં જે ભેસનું દૂધ 650 રૂપિયા પ્રતિ કિલો ફેટ ખરીદાતું હતું તેમાં આગામી 11-6-2019 ના રોજ સવારથી 10 રૂપિયાનો વધારો અપાશે એટલે કે 11 તારીખથી પશુપાલકોને ભેસના દૂધના પ્રતિ કિલો ફેટના 660 રૂપિયા ચુકવવામાં આવશે.
