નર્મદાની જળસપાટીમાં વધારો, સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત
Live TV
-
રાજ્યમાં એક તરફ જ્યાં કાળઝાળ ગરમીને કારણે પાણીની સમસ્યા છે. ત્યાં બીજી તરફ નર્મદા ડેમની જળ સપાટીમાં સતત, વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની સતત થઈ રહેલી આવકને કારણે ડેમની સપાટી 120.27 મીટરે પહોંચી ગઈ છે.
ઉપરવાસમાંથી 6 હજાર 775 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ,ડેમ છલોછલ થઈ જતા નર્મદા નદીમાં, 1500 ક્યુસેક પાણી ,છોડવામાં આવી રહ્યું છે. તો મુખ્ય કેનાલમાં જરૂરિયાત મુજબ 3થી 4 હજાર ક્યુસેક, પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા સૌરાષ્ટ્રવાસીઓને પીવા માટેનું પાણી મળી રહેતા પાણીની સમસ્યા હળવી થશે.
