વેકેશનના અંતિમ દિવસોમાં ડાંગના સાપુતારામાં પ્રવાસીઓમાં વધારો
Live TV
-
ગુજરાતનાં ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા ખાતે વેકેશનનાં અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગરમીથી ત્રસ્ત લોકો, ગિરીમથકનાં આહલાદક વાતાવરણમાં, સનરાઈઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, રોપ વે, બોટિંગ, ઘોડેસવારી, ઊંટ સવારી તેમજ પેરાગ્લાઈડિંગની મજા માણી રહ્યા છે.
ઉનાળાનાં વેકેશનમાં આવનાર પ્રવાસીઓને કારણે ,સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સાપુતારા અને નજીકનાં વિસ્તારમાંથી રોજગારી મેળવવા આવતા ,તેમજ ધંધા વેપાર આવતા યુવાનો માટે તેમજ હોટલ ઉદ્યોગને કારણે સ્થાનિક લોકો માટે રોજગારી માટેનું ઉત્તમ સ્ત્રોત બની રહ્યું છે. સાપુતારામાં બોટિંગ અને Tent Cityને કારણે સ્થાનિક લોકોમાં રોજગારીની તકો ઉપલબ્ધ બની છે.
