અરવલ્લીઃ નારકોટિક્સ વિભાગે 2 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપ્યો
Live TV
-
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા વોટડા ટોલ પ્લાઝા પાસેથી નારકોટિક્સ વિભાગે અંદાજે 2 કરોડની કિંમતનો 13 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. નારકોટિક્સ વિભાગે ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયાત કરી કાર્યવાહી હાથ ધરી છે.
નારકોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે રાજસ્થાનના રસ્તેથી ચરસનો જથ્થો ભરેલી એક કાર અમદાવાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે નારકોટિક્સ વિભાગે આજે શામળાજીથી રતનપુર તરફના હાઇવે પર વોચ ગોઠવી તમામ નાના વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન એક કારમાંથી કરોડોનો ચરસનો જથ્થો મળી આવતા, કાશ્મીરી ચરસના જથ્થા સાથે , ઇકબાલ ઇબ્રાહિમ શેખ નામના શખ્સની ધરપકડ કરીને , કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
