મેઘરાજા રિસાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા, ખેતી નિષ્ફળ જવાની ભીતિ
Live TV
-
ઉત્તરગુજરાત પંથકમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની કરચલીઓ પડી ગઇ છે. સારા ચોમાસાની આશાએ ખેતરના પાક માટે કરેલું મસમોટું રોકાણ નહીંવત વરસાદે હવે બળી જવાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના ખેડૂતોએ ડાંગરની રોપણી કરેલી ક્યારીઓમાં ઉભી તિરોડો પડી જતાં ડાંગરનો પાક સુકાવા લાગ્યો છે.
હાલ ચોમાસુ મધ્યાહને પહોંચ્યું હોવા છતાં મહીસાગર જિલ્લા ના બધાંજ તાલુકા લુણાવાડા , કડાણા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર , સંતરામપુર , માં વરસાદ નહિવત પડતા મહીસાગર જિલ્લા ના ખેડૂત ના માથે દુષ્કાળ ના વાદળો ઘેરાયા છે. મહીસાગર જિલ્લા માં ક્યારી ની જમીન વધારે છે અને જિલ્લા નો મુખ્ય પાક ડાંગર છે.
સમગ્ર જિલ્લા માં ચોમાસા ની શરૂઆત થતા અને વરસાદ વરસતા મહીસાગર જિલ્લા ના ખેડૂતો એ ડાંગર ની રોપણી કરી હતી અને ખેડૂત ખુશ હતો અને વર્ષ સારું જશે તેવી આશા એ ખેતી ની શુભ શુરુઆત કરી હતી. ક્યારી વગર ની જમીન માં ખેડૂતે મકાઈ ની વાવણી કરી સમગ્ર જિલ્લા માં ચાલુ વર્ષે ઓગષ્ટ મહિના ની શુરુઆત માં ગત વર્ષ ની તુલનામાં ચાલીસ ટકા જેટલા વરસાદ ની ઘટ છે અને જિલ્લા માં આવેલ કડાના ડેમ માં પણ પાણી નું લેવલ ગત વર્ષ કરતાં ઓછું છે.
સમગ્ર જિલ્લા માં વરસાદ ઓછો પડતા ક્યારી ની જમીનમ ઉભી ફાંટો પાડવા માડી છે અને ડાંગર નો પાક સુકાવા લાગ્યો છે. ખેડૂત પરેશાન છે અને વરસાદ ની ચાતક નજરે રાહ જોઈ રહયો છે. કડાના ડેમ માં ગત વર્ષે પાણી નું લેવલ 413.10 ફૂટ હતું જ્યારે હાલ 397.10 ફૂટ છે એટલે 16 ફૂટ પાણી ના લેવલ ની ઘટ ગત વર્ષ ની સરખામણી માં ઓગષ્ટ ની શરૂઆત માં છે જો વરસાદ ટુક સમય માં નહીં પડે તો ખેતી નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે.
