દીવમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી, મહિલાઓને અપાયું માર્ગદર્શન
Live TV
-
દીવના ઘોઘલા કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓને સ્તનપાનના ફાયદા અંગે , માહિતગાર કરવામાં આવ્યા હતા.
શિશુ માટે માતનું દૂધ સ્વાસ્થ્યપ્રદ હોવાથી મહિલાઓને સ્તનપાન અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતાઓમાં સ્તનપાન અંગે જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો હાથ ધરવા માટે આશા વર્કર અને આંગણવાડીની બહેનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર કે. વાય. સુલતાન, ડો. દિલીપ બામણિયા સહિત આશા વર્કર્સ અને આંગણવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
