Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીઃ ભિલોડામાં સાંબેલાધાર વરસાદ, બુઢેલી નદીમાં પૂરની સ્થિતી

Live TV

X
  • ભિલોડા પંથક માં મોડી રાતનો વરસા પડી રહ્યો છે..વરસાદ ને લઇ સોસાયટી માં પાણી ભરાયા..

    ભિલોડા પંથક માં મોડી રાતનો વરસા પડી રહ્યો છે..વરસાદ ને લઇ સોસાયટી માં પાણી ભરાયા..જેના કારણે ભિલોડા ની બુઢેલી નદી માં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ થી હાથમતી નદી બે કાંઠે વહેતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી..અરવલ્લી જિલ્લામાં સોમવારે બારેમેઘ ખાંગા થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા. ધનસુરા માં ગઈ કાલ સાંજ થી અત્યાર સુધી 8.5 ઈંચ વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાઈ થયા હતા..વીજળી ના થાંભલા પણ પડી ગયા હતા..ખેતરો માં પાણી ભરાઈ ગયા હતા..સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા..અરવલ્લી સહિત જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થતાં લોકો પ્રથમ વરસાદે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને ભારે નુકસાન થયું હતું.નસુરા વડાગામથી અમદાવાદ જતાં રસ્તા પર ફુટેલા પાસે રોડ પર ગાબડું પડયું હતું જેના લીધે રોડ બંધ કરી અન્ય રસ્તા પર વાહનો ની અવરજવર શરુ કરાઈ હતી.બૂટાલ પાટિયા પાસેના મુખ્ય માર્ગ પર પાણી પુરવઠાની પાઇપ લાઇન ને લઈ રોડ માં ભંગાણ સર્જાયું હતુ.મોડાસા તરફ વાહનો લઈ ને આવતા લોકો માટે કંજરીકંપા થઈ ને આવવા સૂચન અપાયું હતું અરવલ્લીમાં પ્રથમ ભારે વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાંખી હતી. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply