Skip to main content
Settings Settings for Dark

ક્રૂડ ઓઇલના વધતાં ભાવ છતાં ફુગાવો નિયંત્રણમાં : પીએમ

Live TV

X
  • એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્મેન્ટ બેંકમાં ત્રીજા વાર્ષિક સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ક્રૂડ ઓઇલના વધતાં ભાવ છતાં ફુગાવો નિયંત્રણમાં, આગામી વર્ષે GDP 7.4 ટકા રહેવાની સંભાવના

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં આજે એશિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, એટલે કે એઆઈઆઈબીની ત્રીજી વાર્ષિક બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, કે વિકાસશીલ એશિયન દેશોના પડકારો એકસમાન છે. ભારત તથા એઆઈઆઈબી આર્થિક રીતે મજબૂત બનવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં યુવા વર્ગની શક્તિ છે, અને ભારત મૂડીરોકાણ માટે હાલ વિશ્વમાં ઉત્તમ સ્થળ ગણાય છે. ભારતની અર્થવ્યવસ્થા સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમણે જણાવ્યું હતું કે ક્રુડ ઓઇલના ભાવવધવા છતાં ફુગાવો નિયંત્રણમાં છે. આગામી વર્ષોમાં ભારતનો જીડીપી દર 7.4 ટકાથી વધારે રહેવાની સંભાવના છે. દસ વર્ષમાં ભારતની માથાદીઠ આવક બમણી થઈ છે. મુંબઈમાં યોજાયેલી ત્રીજી વાર્ષિક બેઠકમાં, 86 દેશોના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં, એઆઈઆઈબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ બેઠક થશે, જેમાં પ્રત્યેક દેશના પ્રતિનિધિમંડળની બેઠક યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply