ઉપરવાસમાં વરસાદ થતાં ભિલોડાની હાથમતી નદી બન્ને કાંઠી વહી
Live TV
-
નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની જળસપાટી 107.8 મીટર સુધી પહોંચી છે. મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે અરવલ્લી જિલ્લાના ભિલોડાની હાથમતી નદીમાં પૂર આવતા શામળાજી-ભીલોડા હાઈ-વે પર પાણી ફરી વળ્યા છે. બુધવાર વહેલી સવારે જામનગર, ખંભાળીયા, નર્મદા, અરવલ્લી જિલ્લાના ભિલોડા, ભરૂચ સહિતના સ્થળોએ વરસાદ પડ્યો હતો. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ કેનાલમાં 3311.26 મિલિયન ,ક્યુબીક મીટર પાણીનો જથ્થો જમા થયો છે. સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડતાં હરણાવ ડેમમાં નવા પાણીની આવક થઈ છે.
